મોરબીમાં 4 ની તીવ્રતાનો ભૂકંપનો આચકો જૂની યાદો થયા તાજા

 

મોરબી: રવિવારે સાંજે ફરીથી ધરા ધ્રુજી હતી. આજે મોરબી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોરબીમાં 4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.


મોરબી શહેર અને જિલ્લામાં આજે સાંજે પોણા પાંચથી પાંચ વાગ્યાના અરસામાં ભૂકંપનો આચકો અનુભવાયો હતો. જેને પગલે મોરબીવાસીઓમાં ભય જોવા મળ્યો હતો. તાજેતરમાં 26 જાન્યુઆરીની તારીખ ગઈ છે. મોરબીની 29 જાન્યુઆરી 2001ના એ દિવસની યાદ તાજા થઇ હતી.

ભૂકંપનો આંચકો જોકે અમુક સેકન્ડ પુરતો જ અનુભવાયો હતો, પરંતુ લોકોમાં ભય અને ગભરાટ જોવા મળ્યા હતા. જે બાબતે મોરબીના ડીઝાસ્ટર વિભાગનો સંપર્ક કરતા રીક્ટર સ્કેલ પર 4ની તીવ્રતા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.



Tags