મોરબી: આજે પણ માનવતા જીવતી છે. કહેવાય છે ને કે લેવું હોય તો એક હાથે લેવું અને આપવું હોય તો બે હાથે આપવું. તમે આપેલું હશે તેના કરતાં ઈશ્વર અનેક ગણું કરીને આપશે.
એક આદર્શ મનુષ્ય તરીકે ઈમાનદારી, મદદ અને માનવતાના ગુણ હોવા જોઈએ. એવું જ એક ઉદાહરણ તરીકે બે સગા શિક્ષક ભાઈઓ જયદિપભાઈ અને પ્રદીપભાઈ ગરીબાનાં મસીહા બનીને માનવતા મહેકાવે છે.
 |
પ્રદીપભાઈ - 8320546288 જયદીપભાઈ - 9558181162 |
મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ગામનાં ક્રાંતિજ્યોત સોસાયટીમા રહેતા MD સેવા ગ્રૂપના બે સગા યુવાન શિક્ષક ભાઈઓ પ્રદીપભાઈ દૂર્લભજીભાઈ જાકાસણીયા (ઉંમર : 27) અને જયદીપભાઈ દુર્લભજીભાઈ જાકાસણીયા (ઉંમર : 29) ગરીબોના મસીહા બનીને માનવતા મહેકાવી રહ્યા છે. વાતચીત મુજબ જયદીપભાઈ અને પ્રદીપભાઈ છેલ્લા બે વર્ષથી નિયમિત 1-2 અઠવાડિયાના સમયે જરૂરિયાત મંદ વિસ્તારમાં ગરીબોને ભાવતા ભોજન જમાડે છે. દર 15 દિવસે સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે જેમાં 300 જેટલા ગરીબોને જમાડે છે. આ બે સગા ભાઈઓ વ્યવસાયે શિક્ષક છે મૂળ ગામ જૂના ઘાંટીલા છે અને એક શિક્ષક તરીકે પણ આગવી ઓળખ ધરાવે છે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી અન્ય લોકોને પોતાના આદર્શ બનાવ્યા છે. સમાજ વચ્ચે એક સારું સેવાનું કાર્ય કરી કુટુંબ, જાકાસણીયા પરિવાર સાથે સાથે જૂના ઘાંટીલા ગામ, મહેન્દ્રનગર અને મોરબી જિલ્લાનું ગૌરવ વધારે છે.