બિહારનાં મુખ્યમંત્રી નીતીશકુમારનું રાજીનામું રાજભવન પહોંચીને રાજ્યપાલને રાજીનામું સોંપ્યું


બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજભવન પહોંચીને રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે. આ ઘટનાક્રમને જોતા રાજભવનમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પીએમ મોદીએ નીતીશ કુમારને ફોન કરીને શુભેચ્છા પાઠવી છે. નીતીશ કુમારે આભાર વ્યક્ત કર્યો છે.

બિહારના મુખ્યમંત્રી અને JD(U) પ્રમુખ નીતિશ કુમારે રાજભવન ખાતે રાજ્યપાલને મળીને કહ્યું કે, 'અમે રાજ્યમાં મહાગઠબંધન સાથે સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે!

હાલ રાજભવનમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. આજે સાંજે જ જેડીયૂ-ભાજપની નવી સરકારનો શપથ ગ્રહણ થઇ શકે છે. સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે, સીએમ આવાસમાં જેડીયૂ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન નીતીશ કુમારે એક મોટા ભાજપ નેતા સાથે ફોન પર વાત કરી હતી.(ગુજરાત જાગરણના સંદર્ભમાં)






અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.

👇 Innovative Gujarat 👇

Tags