મોરબી જિલ્લાના ખાખરાળા ગામ ખાતે પૂજિત અક્ષત કળશની ભવ્ય શોભાયાત્રા નીકળી

 

મોરબી: અયોધ્યા રામમંદિરના આમંત્રણ સ્વરૂપ પધારેલ પુજીત અક્ષત કળશનું તા. 9 જાન્યુઆરી 2024 નાં રોજ 3 વાગ્યે મોરબી જિલ્લાના ખાખરાળા ગામ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. લોકો દ્વારા ખૂબ હર્ષોલ્લાસથી કળશને વધાવવામાં આવ્યું. નાની નાની દીકરીઓ એ કળશના સામૈયા કર્યા. ગ્રામજનો દ્વારા પ્રભુ શ્રી રામનાં નારા લગાવવામાં આવ્યા. આખું વાતાવરણ જાણે શ્રી રામની ભકિતમાં રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું.








અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.

👇 Innovative Gujarat 👇




Tags