શક્તિ ટાઉનશિપ બન્યું રામમય : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ધામધૂમ થી આયોજન

 

મોરબીનાં ઘુનડા રોડ પર આવેલા શક્તિ ટાઉનશિપમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ધામધૂમ થી આયોજન


આજે રોજ ૨૨ જાન્યુઆરીનાં રોજ આખું ભારત સહિત આખું વિશ્વ રામમય બની ગયું છે દરેક સોસાયટી, દરેક ગામ અને દરેક શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત કોઈને કોઈ કાર્યક્રમ દ્વારા લોકો રામભક્તિ જોવા મળી રહી છે ત્યારે આજે રોજ મોરબી જિલ્લાના રવાપર ગામ ઘુનડા રોડ પર આવેલ શક્તિ ટાઉનશિપમાં આજ સવારથી જ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ડીજે દ્વારા શોભાયાત્રા સાથે સાથે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિમાં રામભક્તિ સાથે સાથે જય શ્રી રામના નારા સાથે આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો આ શોભાયાત્રામાં ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા.