મોરબીનાં ખાખરાળા ગામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઊજવણી

 ખાખરાળા બન્યું રામમય, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું હર્ષોલ્લાસ સાથે ભવ્ય આયોજન


મોરબી : આજે રોજ ૨૨ જાન્યુઆરીનાં રોજ આખું ભારત સહિત આખું વિશ્વ રામમય બની ગયું છે દરેક સોસાયટી, દરેક ગામ અને દરેક શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત કોઈને કોઈ કાર્યક્રમ દ્વારા લોકો રામભક્તિ જોવા મળી રહી છે ત્યારે આજે રોજ મોરબી જિલ્લાના ખાખરાળા ગામે પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. નકલંક ગરબી મંડળ દ્વારા નકલંક સોસાયટીમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે મહાઆરતીનું પણ આયોજન કરાયું. આજ સવારથી જ હર્ષોલ્લાસ સાથે અનેક કાર્યક્રમોનું ભવ્યાતિભવ્ય આયોજન કરેલું. દરેક વ્યક્તિમાં રામભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો ગ્રામજનો એ ઉત્સાહપૂર્વક રાસ ગરબામાં જોડાયા અને સાથે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું. ગામમાં રામભક્ત નું એક અલગ જ વાતાવરણ જોવા મળ્યું.








અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.

Innovative Gujarat