ધરતીનું અમૃત પીણું: શેરડીના છે ઢગલાબંધ ફાયદા, મટાડે છે કેન્સરથી લઈ કિડની સુધીના રોગો
શિયાળોની કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે બજારોમાં પણ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો સ્વાસ્થ્ય માટે મોર્નિંગ વોક કરે છે મોટાભાગના લોકોની મનપસંદ ઋતુ શિયાળો હોય છે. લોકો તાપણાં કરીને ઠંડી ઉડાડે છે. ઉત્તરાયણની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. શિયાળામાં લોકો અડદિયા, તલ સાંકળી, જીંજરા, બોર ખાઈ છે પણ શું તમને ખબર છે શેરડી ખાવાના ફાયદા કેટલા છે ?
શેરડી ખાવાના અનેક ફાયદાઓ, સ્વાદ સાથે ગુણમાં પણ છે બેસ્ટ
નાના બાળકથી લઈ મોટાં સુધી બધાની ફેવરીટ હોય છે શેરડી. શેરડી ખાવાના અનેક ફાયદાઓ છે. શિયાળામાં શેરડી ખાવી જોઈએ. કેન્સરથી લઈ કિડની સુધીના રોગો દૂર કરી શકે છે.
કમળા માટેનું શ્રેષ્ઠ ઔષધ : શેરડી
શેરડીમાં કેલ્સિયમ, ઝીંક, વિટામિન B, ફાઈબર, આયર્ન અને પોટેશિયમ જેવાં અનેક વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, કમળા માટેનું શ્રેષ્ઠ ઔષધ છે, શેરડી ખાવાથી બળ વધે છે, સ્ફૂર્તિ તાજગી મળે છે, શેરડી ત્વચાને ચમકદાર બનાવે છે અને ખીલ જેવી સમસ્યાઓ દૂર કરે છે, શેરડી હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે, દાંતની તકલીફથી આપણને બચાવે છે, શેરડીના રસથી કબજિયાતમાં ફાયદો થાય છે. શેરડી પોષક તત્ત્વોથી ભરપૂર છે શેરડીના અનેક ફાયદાઓ છે.

