રામ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત મોરબીની OMVVIM કોલેજમાં વિધાર્થીઓ દ્વારા આયોજન


BCA નાં વિધાર્થીઓ દ્વારા અલગ અલગ પાત્રો થી લઈ પ્રતિકૃતિ રજૂ કરાઈ

જય શ્રી રામ.... જય જય શ્રી રામ....

આજે સમગ્ર દેશ જ્યારે રામ ભક્તિ ના રંગે રંગાયો છે, ત્યારે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસાર્થે સતત કાર્યશીલ એવી મોરબીની પ્રખ્યાત OMVVIM કોલેજ માં આજ રોજ તારીખ 20/1/2024 ને શનિવારે BCA ના વિદ્યાર્થીઓ દ્વારા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનેરૂ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી તથા રામજી-સીતાજી અને લક્ષમણજી ના પાત્રો રજૂ કરી તેના આગમનના વધામણાં કર્યા હતા. આ સાથે આરતી અને હનુમાન ચાલીસાના ગાન સાથે દિવ્ય અને ભવ્ય વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત BCA ના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્યો રજૂ કરાયા હતા. છેલ્લે પ્રાસદ સાથે કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો. આ તબક્કે સંસ્થાના ટ્રસ્ટી સાહેબ શ્રી નારુભા સર જેઠવા, સુમંતસર પટેલ અને કોલેજના પ્રિન્સિપાલ શ્રી ધર્મેન્દ્ર સર ગડેશીયા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આધુનિકતા સાથે સાંસ્કૃતિક મૂલ્યો જાળવી રાખવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.











અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.

Innovative Gujarat 





Tags