નડિયાદ: તમને ખબર જ હશે કે ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને તેના લીધે લોકો અને પક્ષીઓને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે.આપણા ગુજરાતમાં ચાઈનીઝ દોરાની વહેચણ પર પ્રતિબંધ હોવા છતાં પણ ઘણાંબધા વેપારીઓ આ દોરો વહેંચતા હોય છે. જેના કારણે ઘણીબધી દુર્ઘટના ઘટતી હોય છે.
એવી જ એક દુર્ઘટના ખેડા જિલ્લાના નડિયાદના વાણિયાવડથી ફતેપુર જવાના રોડ વિસ્તારમાં જોવા મળી. એક 25 વર્ષની મયુરી નામક યુવતીનું ગળું ચાઇના દોરાના કારણે કપાઈ ગયું. યુવતી એક્ટિવા ચલાવી રહી હતી અને અચાનક ચાઈના દોરા વળે તેનું ગળું કપાઈ ગયું. યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ યુવતીનું મૃત્યુ થયું હતું. સરકાર ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ મૂકે છે છતાં પણ ઘણા બધા વેપારી હજુ પણ ચાઈનીઝ દોરા વેચતા જોવા મળે છે. સરકારે આ બાબતે સખત કદમ ઉઠાવવો જોઈએ.
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.
*👇 Innovative Gujarat 👇*
https://chat.whatsapp.com/HIPJiMOsxQkC90dEY80wOE

