રિવરફ્રન્ટમાં ડૂબતા લોકોનું જીવન બચાવનાર અમદાવાદમાં રહેતા આકાશભાઈ બન્યા ગુજરાતના હીરો


અમદાવાદ : આકાશ રમેશભાઇ દંતાણી જેમની ઉંમર 25 વર્ષ છે. જે અમદાવાદમાં સેવાનું કામ કરી રહ્યા છે. રિવરફ્રન્ટમાં પાણીમાં કોઈની વસ્તુ પડી જાયતો કે કોઇ વ્યકિત પાણી માં ડૂબતો હોય તો આકાશભાઈ પાણીમાં કૂદીને એમને બહાર કાઢે છે. 8 વર્ષ થયા આકશભાઈ આ જ કામ કારી રહ્યા છે. અમદાવાદમાં એમને ફ્રોગમેનનાં નામે ઓળખવામાં આવે છે.


100-150 વ્યક્તિઓ ને પાણીમાં ડૂબતા બચાવ્યા છે. ભાઈએ ઘણાંબધાં લોકોની વોચ, મોબાઈલ, સોનાની વિટી, કીમતી વસ્તુઓ પાણી માંથી કાઢી છે. લગભગ આકાશભાઈ 200 જેટલી વસ્તી પાણીમાંથી કાઢી છે.


આકાશભાઈએ પોલીસની પણ મદદ કરેલ છે. કોઈ ગુનેગાર સબૂતને પાણીમાં નાખીને નષ્ટ કરવાનો પ્રયત્ન કરે તો આકશભાઇ એ સબૂત પાણી માંથી બહાર કાઢી આપે છે. તેથી સરકાર તરફથી તેમને સર્ટિફિકેટ પણ મળેલ છે.


પણ દુઃખની વાત તો એ છે કે આ સમાજ કલ્યાણનું કામ કરતા આકાશભાઇ હાલ બેરોજગાર છે. હાલ તેમના પરિવારમાં પત્ની અને 3 છોકરાઓ છે. રોજગારમાં આકાશભાઈ મોટા ભાઈ રોજગાર પૂરો પાડે છે. આવા સમાજ સેવાના કાર્યો કરતા આકાશ ભાઈ 1-2 કલાક રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે કોઈ નોકરી નથી.












અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.

👇 Innovative Gujarat 👇