જિલ્લા રમત ગમત કચેરી દ્રારા સિનિયર સિટીઝન માટે સ્પર્ધાનું આયોજન
આપણા જીવનમાં રમગમત ખુબજ જરૂરી હોય છે. રમત ગમત જીવનમાં સ્ફૂર્તિ અને ઉત્સાહ ભરે છે. એટલા જ માટે મોરબી જિલ્લા રમત કચેરી દ્વારા સિનિયર સિટીઝન માટે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
આ માટે 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષ/સ્ત્રી આ પ્રતિયોગીતામાં ભાગ લઈ શકે છે. આ પ્રતિયોગીતામાં એથલેટિક્સ, ચેસ, રસ્સાખેંચ, વોલીબોલ, કેરમ, બેડમિન્ટન જેવી વિવિધ રમતો રાખવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, રૂષભનગર-૨, ઓમ શાંતિ પ્રી-સ્કુલની બાજુમાં, મહારાણા પ્રતાપ(ગેંડા) સર્કલ, મોરબી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૨૦/૦૧/૨૦૨૪ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરીમાં જમા કરાવવાના રહેશે.
ભાગ લેનારા વ્યકિતઓ ને આધારે આ સ્પર્ધાની તારીખ નક્કી કરવામાં આવશે. હુ આ ચેનલના માધ્યમ થકી હુ બધાજ સિનિયર સિટીઝનને વિનતી કરું છું કે આપ સૌ એક વખત આ સ્પર્ધામાં અવશ્ય ભાગ લેજો.
વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરીના ફોન નંબર ૯૫૧૨૧૬૮૩૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે.

.jpeg)