મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે નશામુક્ત ભારત બેઠક યોજાઈ

 

મોરબી: મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને બાળ કલ્યાણ પ્રવૃતી, ચાઈલ્ડ હેલ્પ લાઈન અને નશામુક્ત ભારત વગેરે વિષયો પર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ બેઠકમાં કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાની ઉપસ્થિતિમાં પાલક માતાપિતા યોજના અને માનવ ગરીમા અંતર્ગત લાભાર્થીને કીટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ વિવિધ મુદ્દા જેવા કે મહિના દરમિયાન કરવામાં આવેલ બાળ સંભાળ સંસ્થાનું નિરીક્ષણ, પાલક માતાપિતા સાથે મુલાકાત, રેલ્વે કમીટીનું ગઠન, વિશિષ્ટ પ્રવૃતી, તાલીમ કાર્યક્રમ વગેરે કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી.   


દેશનો નાગરિક નશાથી દૂર રહે તે વાતની તકેદારી રાખી શાળા કક્ષાએથી જ નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં શાળાની આસપાસ નશાજનક વસ્તુના વેચાણ પર પ્રતિબંધ તેમજ મહિના દરમિયાન ૫૧ શાળામાં નશામુક્તિ કાર્યક્રમ અને સી.સી. ટીવી કેમેરાથી શાળામાં મોનેટરીંગ ઉપરાંત સ્લમ વિસ્તારમાં ૭ નશામુક્તિ કાર્યક્રમ સહિત પોલીસ દ્વારા ૨૨ જનજાગૃતી કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, અધિક જિલ્લા કલેક્ટરશ્રી એસ.જે. ખાચર સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.

 Innovative Gujarat 





Tags