૭૫ મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી : મોરબી ખાતે ધ્વજવંદનનું રિહર્સલ


જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ભાગરૂપે મોરબી ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ


મોરબી : ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી માળિયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું.


રિહર્સલ દરમિયાન કલેકટરશ્રી જી.ટી. પંડ્યાએ પોલીસ અને હોમગાર્ડ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપી હતી. ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, માર્ચ, મહાનુભાવનું ઉદ્ભોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું સન્માન સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.


આ પ્રસંગે અધિક નિવાસી કલેકટરશ્રી એસ.જે. ખાચર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને ઈન્ચાર્જ હળવદ પ્રાંત અધિકારીશ્રી સંદીપ વર્મા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.