મોરબી: વિદ્યા વિનયથી જ શોભે છે. અને જો વિદ્યામાં ભક્તિ ઉમેરવામાં આવે તો સંસ્કારોનું સિંચન થાય છે.અયોધ્યા રામમંદિરના આમંત્રણ સ્વરૂપ પધારેલ પુજીત અક્ષત કળશનનું તા. 8 જાન્યુઆરી 2024 નાં રોજ સાંજે 3 વાગ્યે મોરબી જિલ્લાની વિનય સાયન્સ સ્કુલ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું.
જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કળશની પધરામણી કરવામાં આવી હતી. છોકરી દ્વારા કળશની પૂજા અને સામૈયા કરવામા આવી. સ્કુલના પ્રિન્સીપાલ દ્વારા વિધાર્થીઓ ને ભગવાન શ્રી રામની કથા સમજવામાં આવી. તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ ગણ અને પ્રિન્સિપાલ તથા ટ્રસ્ટી ગણ હાજર રહી દરેક એ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. સ્કૂલમાં જાણે કે ભક્તિભાવ નું વાતાવરણ છવાઈ ગયું હતું.




