મોરબી: અયોધ્યા રામમંદિરના આમંત્રણ સ્વરૂપ પધારેલ પુજીત અક્ષત કળશનનું તા. 8 જાન્યુઆરી 2024 નાં રોજ સાંજે 3 વાગ્યે મોરબીનાં વિરાટનગર(રંગપર) ગામ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
ગામનાં લોકો દ્વારા ખૂબ હર્ષોલ્લાસથી કળશને વધાવવામાં આવ્યું હતું બાળકો હનુમાનજી ,શ્રી રામ અને લક્ષ્મણના વેશમાં જોવા મળ્યા હતા નાની નાની દીકરીઓએ કળશના સામૈયા કર્યા હતા. ગામનાં મંદિરે રંગોળી દોરવામાં આવી એને સુશોભન કરવામા આવ્યું હતું. લોકો દ્વારા પ્રભુ શ્રી રામનાં ભક્તિ ગીતો અને નારા લગાવ્યા હતા. આખું વાતાવરણ જાણે શ્રી રામની ભકિતમાં રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું.
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.
*👇 Innovative Gujarat 👇*




