મોરબીમાં માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ સંતવાણીનું આયોજન કરાયું હતું
મોરબી શહેરના માધાપર વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, તેની સાથોસાથ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ સંતવાણીનું ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું.
આજે રોજ ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજયો ત્યારે આ ઘડીને યાદગાર બનાવવા માટે જુદી જુદી જગ્યાઓ પર કાર્યક્રમ યોજાયા ત્યારે મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ ૧૩૫ વર્ષ જૂના રામજી મંદિર ખાતે પણ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
હાલમાં આયોજકો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે તા. ૨૨ ના રોજ સવારે ૯:૩૦ કલાકે રામચંદ્રજી મહારાજની શોભાયાત્રા રામજી મંદિર ચોકથી પ્રસ્થાન થયા બાદ અને ત્યારબાદ ૧૨:૦૦ વાગ્યે રામજી મંદિર ખાતે મહાઆરતી અને ૧૨:૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જોકે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પૂર્વ સંધ્યાએ એટલે કે તા. ૨૧ ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે માધાપર વિસ્તારમાં સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજનીક હર્ષ મારું, અનિલ પરમાર, વિજય ડાભી અને જીગ્નેશ જાદવ સહિતના કલાકારો જમાવટ કરી. તમામ લોકો એ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભાગ લીધો અને લોકોની વચ્ચે હર્ષોલ્લાસ ની લાગણી સાથે રામ ભક્ત ની ભાવના જોવા મળી હતી






