હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાડ થિજવતી ઠંડી પડી રહી છે. લોકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયા બાદ બીજા નંબરે બનાસકાંઠાના ડીસા શહેરમાં પડતી હોય છે. ત્યારે ડીસામાં છેલ્લા દસ દિવસથી લોકોને ભારે ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસામાં મંગળવારના રોજ 11.2 ડિગ્રી મિનિમમ તાપમાન નોંધાયું હતું.(ગૂજરાત જાગરણ સંદર્ભે)

