મોરબીમાં દોરા દ્વારા ઘાયલ થતાં પક્ષીનું રક્ષણ માટે LEO ક્લબ દ્વારા "પક્ષી બચાવ અભિયાન"

 

ઉત્તરાયણ જેવાં તહેવારમાં આપણે બધા ખુશીથી પતંગ ચગાવીને આનંદ કરતા હોય છે પણ આ તહેવારમાં ઘણાં પક્ષીઓ આપણાં દ્વારા ઈજાગ્રસ્ત થતાં હોય છે તો ક્યારેય પોતાનો જીવ પણ ગુમાવે છે અજાણતાં પણ પક્ષીઓની હિંસા ઉત્તરાયણમાં થાય છે. વાત આઘાતજનક છે. થોડીક જાગૃતિ લાવી, થોડોક ત્યાગ કરી આપણે ૨૫૦૦ થી વધુ પક્ષીઓને ઉત્તરાયણમાં ઘાયલ થતાં બચાવી શકીએ છીએ.


લિયો ક્લબ મોરબી નજરબાગ દ્વારા પક્ષી બચાવ અભિયાન લાવ્યા છે. જે દોરા વળે ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરે છે. તો જે કોઇ પણ વ્યકિત પક્ષી પ્રેમી હોય અને કોઈ ઘાયલ પક્ષી તમારી આસપાસ જોવો તો જણાવ્યા હેલ્પલાઇન નંબર પર કોલ કરી જણાવવા વિનંતી. 8733849713, 9328909058, 9033433615, 9537939291


એક અબોલા પક્ષીની સુરક્ષા કરવી એ આપણો ધર્મ અને કર્તવ્ય છે એટલે જો તમે એ પક્ષીની મદદ કરવા સક્ષમ ન હોય તો મહેરબાની કરી ને અમને જાણવા વિનંતી.