રોહિત શર્મા અને વિરાટ કોહલીની T20 માં લગભગ 14 મહિના પછી વાપસી

 

Breaking : અફઘાનિસ્તાન સામે 11 જાન્યુઆરીથી શરૂ થતી 3 T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન


રોહિત શર્માની વાપસી સાથે કેપ્ટન પદ 


અફઘાનિસ્તાન સામે 3 T20 સિરીઝ માટે આજે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું. રોહિત શર્મા અને વિરાટ કોહલીની શાનદાર વાપસી, લગભગ 14 મહિના પછી T20 ટીમમાં સામેલ, રોહિત અને વિરાટ છેલ્લે 2022 T20 વર્લ્ડ કપમાં રમ્યા હતા. 

હાર્દિક પંડ્યા અને સુર્યકુમાર યાદવ ઈજાને કારણે સામેલ ન કરાયા. ભારત અને અફઘાનિસ્તાન ટીમ વચ્ચે 11 જાન્યુઆરીએ મોહાલીમાં, 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને 17 જાન્યુઆરીએ બેંગ્લોરમાં 3T20 મેચની સિરીઝ રમશે. દરેક મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.


ભારતીય ટીમ

રોહિત શર્મા, શુભમન ગીલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશનોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, મુકેશ કુમાર.