મોરબીની એકમાત્ર કોલેજ કે, જયાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અવનવા આયોજન થાય છે તે એટલે OMVVIM કોલેજ.
આજ રોજ તારીખ 30/1/2024 ને મંગળવારે BCA ના વિદ્યાર્થીઓ માટે Cyber crime awareness સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર મોહિત કલોલા દ્વારા લેવામાં આવ્યો હતો કે OMVVIM કોલેજનો BCA નો જ વિદ્યાર્થી છે. જેમણે અત્યાર સુધીમાં વિવિધ શાળા કોલેજોમાં 80 જેટલા સેમિનાર લીધેલા છે. આ સેમિનારમાં BCAના 90 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તબક્કે સંસ્થાના ટ્રસ્ટી સાહેબ શ્રી નારુભા સર જેઠવા, સુમંત સર પટેલ અને કોલેજના પ્રિન્સિપાલ શ્રી ધર્મેન્દ્ર સર ગડેશીયા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આજના સમયમાં વધી રહેલા સાયબર ક્રાઈમ થી સાવધ રહેવા જણાવ્યું હતું.
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં આજે જ જોડાવો.
👇 Innovative Gujarat 👇





