વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની બે દિવસીય મુલાકાતે છે. તેઓ આજે સાંજે અબુધાબીમાં 27 એકરમાં ફેલાયેલા પ્રથમ હિન્દુ મંદિરનું લોકાર્પણ કરશે.
મોદી 13 જાન્યુઆરીએ દુબઈ પહોંચ્યા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહ્યાનને મળ્યા હતા. ભારતીય સમુદાયને સંબોધિત કર્યા. અહીં 65 હજાર ભારતીયોને કહ્યું- રાષ્ટ્રપતિ નાહ્યાએ મંદિરનાં પ્રસ્તાવ માટે એક ક્ષણ પણ બગાડ્યા વિના હા પાડી દીધી છે. તેમણે મને ત્યાં સુધી કહ્યું કે હું મંદિર માટે જ્યાં પણ રેખા ખેંચીશ, તેઓ મને તે જમીન આપી દેશે...
આ મંદિરનું નિર્માણ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS દ્વારા કરવામાં આવ્યું છે. તેને 700 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે.
ભારત-UAE વચ્ચે 10 સમજૂતી થઈ વિદેશ મંત્રાલયના સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું- PM મોદી અને રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે 13 જાન્યુઆરીએ દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી. આ સમયગાળા દરમિયાન 10 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું- આ ચર્ચામાં ભારત અને UAE વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમગ્ર શ્રેણી તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે મહત્ત્વપૂર્ણ વિકાસને આવરી લેવામાં આવ્યો હતો.
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં આજે જ જોડાવો.
👇 Innovative Gujarat 👇

