શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી આયોજિત કલરવ 2024 નું ભવ્ય આયોજન


મોરબી : શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી આયોજિત કલરવ 2024 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રતિભા સન્માન સમારોહનું આયોજન જેમાં 5000 થી પણ વધુ લોકો જોવા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, એ.વી.રાણીભા, બી.એન.વિડજા, બેચરભાઈ હોથી પ્રમુખ , ઉપપ્રમુખ અરવિંદભાઈ પટેલ, ટ્રસ્ટી એ. કે. પટેલ, ટ્રસ્ટી મગનભાઈ જેઠલોજા, ટ્રસ્ટી ગોવિંદભાઈ કાંજીયા, ટ્રસ્ટી રમેશભાઈ ઉઘરેજા, ટ્રસ્ટી જયંતિલાલ હલવડીયા અને ટ્રસ્ટી સવજીભાઈ કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રતિભા સન્માન સમારોહમાં રામમય નું વાતાવરણ છવાઈ ગયું હતું જેના આગામી 22 જાન્યુઆરીએ રામ પ્રતિષ્ઠા માટે રામ લલ્લા કઈ રીતે બિરાજમાન થવાના છે તેવી કૃતિઓ દર્શાવવામાં આવી હતી. આ સાથે સાથે દેશવાસીઓ માટે દેશપ્રેમની આર્મી ની પણ કૃત્તિ દર્શાવવામાં આવી હતી. આપણી સંસ્કૃતિને જાળવી રાખતી કૃતિઓ પણ આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં દર્શાવવામાં આવી હતી. આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકો વચ્ચે અલગ જ માહોલ છવાયેલો હતો.











Tags