ચાલો થઈ જાવ તૈયાર ભારત પાકિસ્તાનના મહા મુકાબલા માટે

 


9 જૂને ન્યૂયોર્કમાં રમાશે ભારત પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મેચ


આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડકપનું સિડ્યુલ જાહેર થઈ ગયું છે. ભારત અને પાકિસ્તાન બંનેને એક ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાનનો મેચ 9 જૂને ન્યૂયોર્કમાં રમાશે.


ક્રિકેટ રસિયાઓ માટે આ વર્ષે ચોકા-છગ્ગાની રમઝટ

ક્રિકેટ ફેન માટે આ વર્ષે ફટાફટ ક્રિકેટનો આનંદ કરી શકશે. આ વર્ષે જ IPL પછી T20 વર્લ્ડ કપ યોજાનાર છે. માર્ચમાં શરૂ થનાર IPL પૂર્ણ થયાના થોડાક જ દિવસ પછી T20 વર્લ્ડકપ શરૂ થશે.


T20 વર્લ્ડકપ 2024 શિડ્યુલ જાહેર

આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર T20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. આ વર્ષના T20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમો ભાગ લેશે. કુલ 4 ગ્રુપ છે દરેક ગ્રુપમાં 5-5 ટીમો છે. કુલ 55 મેચ રમાશે. 

ગ્રુપ A : ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, અમેરિકા

ગ્રુપ B : ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન

ગ્રુપ C : વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યૂ ગિની

ગ્રુપ D : સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ


ભારતના મેચ

5 જૂન: ભારત - આયર્લેન્ડ

9 જૂન : ભારત - પાકિસ્તાન

12 જૂન : ભારત - અમેરિકા

15 જૂન : ભારત - કેનેડા


T20 વર્લ્ડકપ વિશે

આ વર્ષે T20 વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આ T20 નું 9 નું એડીશન છે. 2007 માં શરૂ થયેલ T20 વર્લ્ડકપનું પ્રથમ ટાઈટલ ભારતે જીત્યું હતું. છેલ્લી વાર 2022 માં રમાયેલ T20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. 


ICC ઈવેન્ટમાં પાકિસ્તાન સામે ભારતનો દબદબો

ICC વનડે વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાન ક્યારેય જીત્યું નથી જ્યારે T20 વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાન માત્ર 1 વાર જ જીતી શક્યું છે. આ વખતે પણ પાકિસ્તાન સામે ભારત જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી જીતનો સિલસિલો યથાવત રાખશે.


આ વર્ષે ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટનો માહોલ

માર્ચમાં શરૂ થનાર IPL માં કુલ 10 ટીમ વચ્ચે 11 અલગ અલગ શહેરમાં ટોટલ 74 મેચ રમાશે. IPL પૂર્ણ થયાના થોડાક જ દિવસ પછી T20 વર્લ્ડકપ જૂનમાં રમાશે. T20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમ છે. T20 વર્લ્ડકપમાં કુલ 55 મેચ રમશે. માર્ચથી જૂન દરમિયાન ક્રિકેટ ફેનમાં ક્રિકેટનો તહેવાર જેવો આનંદ જોવા મળશે.







અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.

👇 Innovative Gujarat 👇



Tags