ગુજરાતમાં આ ભાગોમાં પડશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી

 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી વચ્ચે કમોસમી વરસાદ અને ગુજરાતના તાપમા અંગે આગાહી કરી 


રાજ્યમા ઠંડીનો ચમાકારો અનુભવાઇ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં કોઈ ફેરફાર થયા નથી. તેમ છતા પણ છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ગુજરાતમાં ઉત્તર -ઉત્તરપૂર્વ તરફના પવનો ફૂંકાઇ રહ્યા છે. પવનોનું જોર વધારે હોવાથી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. અને ભેજનુ પ્રમાણ પણ વધશે .જેના કારણે વાદળ છાયુ વાતાવરણ જોવા મળશે


ન્યુઝ 18 ગુજરાતી અહેવાલ મુજબ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આગામી દિવસોમાં એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જેના કારણે દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે અને કમોસમી વરસાદ થશે. જમ્મુ કાશ્મીર, હરિયાણા, રાજસ્થાનના ઉતરપશ્ચિમ ભાગો, ઉતર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત, કચ્છ સૌરાષ્ટ્રના ભાગોમાં 8થી 10 જાન્યુઆરીના રોજ વાદળો આવવાની શક્યતા છે.


આ સાથે તેમણે કહ્યુ કે, કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ભારે થંડર સ્ટ્રોમ અને કરા પડવાની શક્યતા રહેશે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં અરબ સાગરમી હલચલના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.


અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ છે કે, 8થી 10 જાન્યુઆરીમાં મધ્યમ ગુજરાતમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી તાપમાન પહોચી જશે. મહત્તમ તાપમાન 30થી 31 ડિગ્રી થઇ જશે. જેથી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું લાગશે. 11 જાન્યુઆરીથી ફરી ઠંડીનો ચમકારો આવશે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાતમાં ઠંડી અનુભવાશે. અરબી સમુદ્રનો ભેજ, વેસ્ટન ડિસ્ટર્બન્સ આ બધી ગતીવિધીના કારણે ભારત દેશના કેટલાક ભાગમાં હવામાન પલટાવવાની શક્યતા રહેશે.


ચાલુ વર્ષે શિયાળામાં વારંવાર પલટાના કારણે ઠંડીમાં વઘઘટ થઇ રહી છે. ડિસેમ્બર પુરો થયો અને જાન્યુઆરીનો એક સપ્તાહ વિતી ગયુ તેમ છતા પણ કોલ્ડવેવની આગાહી આવી નથી. અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી નીચુ ગયુ. જોકે છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો અનુભવ થય રહ્યો છે. પરંતુ ફરી 8 થી 10 જાન્યુઆરીના વાતાવરણ પલટો આવશે અને ઠંડીનુ જોર ઘટી જશે





અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.

👇 Innovative Gujarat 👇