ન્યાય કરવો ખુબજ અગત્યનો છે કારણ કે સત્યની સાચી પરખ ન્યાયાલયમાં જ થાય છે એટલા માટે આપના ભારત દેશમાં ખૂબ પ્રખ્યાત ન્યાયની રીત પણ ચાલે છે.
ન્યાય કરવા માટે એક સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત જગ્યાની દરેક જિલ્લામાં જરૂર પડે છે.ગુજરાતી જાગરણ મુજબ રાજકોટમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડના હસ્તે 110 કરોડનાં ખર્ચે નવનિર્મિત કોર્ટનું લોકાર્પણ કરવામા આવશે. એટલેજ જૂના બિલ્ડિંગ ને રંગબેરંગી લાઈટથી સજાવવામાં આવ્યું છે. ચિત્ર જોતા લાગે છે કે આખું બિલ્ડિંગ જગમગી ઉઠિયું હોય.
રાજકોટના ઘંટેશ્વર નજીક 36, 520 ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં 05 માળના આ નવા ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કોર્ટ બિલ્ડીંગમાં પર કોર્ટરૂમની સુવિધા તેમજ ન્યાયાધીશઓ માટે લાઈબ્રેરી તેમજ વિડીયો કોન્ફરન્સ હોલ, વકીલઓ માટે બારરૂમ, સરકારી વકીલઓ માટે ચેમ્બરો, જજીસઓ માટે ચેમ્બરો, વિશાળ પાર્કીંગ અને સીસીટીવી સર્વેલન્સ સાથેની વિવિધ સવલતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ દિવ્યાંગો માટે ટોઈલેટ તથા રેમ્પ વગેરે સવલતોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અંદાજિત 800 વ્યક્તિઓનો સ્ટાફ કાર્યરત રહી શકે તેવું સુવિધાસભર આ નવીન બિલ્ડીંગ તૈયાર કરાયું છે. હાલ 39 કોર્ટ રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળે બેસીને ન્યાયિક કાર્ય કરે છે. આ નવું બિલ્ડિંગ બનવાથી પર કોર્ટો એક જ સ્થળે બેસીને કાર્ય કરી શકશે.
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.
*👇 Innovative Gujarat 👇*
https://chat.whatsapp.com/HIPJiMOsxQkC90dEY80wOE


