સુરતમાં મહિલા દર્દી દવાખાને બતાવવા આવ્યા અને અચાનક તબિયત બદલતા આવ્યો હાર્ટ એટેક. તરતજ ડોક્ટરે CPR આપી બાજી બદલી
સારવાર અર્થે આવેલી મહિલા અચાનક બેભાન થઈ ગઈ હતી. જે મહિલાને તબીબે તાત્કાલિક CPR આપવાનો શરૂ કર્યો હતો, જેના કારણે તે મહિલાનો જીવ બચી ગયો હતો. વીટીવી ગુજરાતી મુજબ તબીબની ચેમ્બરમાં જ મહિલા અચાનક બેભાન થઈ ગઈ હતી. જો કે, ડોક્ટરે તેનો બ્લેડ પ્રેશર ચેક કરવાનું મુકીને તરત જ CPR આપવાનો શરૂ કર્યો હતો. થોડી વાર CPR આપ્યા બાદ મહિલા અચાનક ભાનમાં આવી હતી. જે બદલ મહિલા સાથે આવેલા પરિજનોએ તબીબનો આભાર માન્યો હતો. જે સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.
*👇 Innovative Gujarat 👇*
https://chat.whatsapp.com/HIPJiMOsxQkC90dEY80wOE


