બસ હવે એક જ નામ, જય જય શ્રી રામ

 

રામમંદિર માટેની એક ઝલક

કરોડો ભક્તો લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22 તારીખે બપોરે 12:20 કલાકે રામલલ્લા ગર્ભગૃહમાં સ્થાપિત હશે. ભક્તો 23 તારીખથી દર્શન કરી શકશે. 17 જાન્યુઆરીથી જ વિવિધ કાર્યક્રમો શરૂ થઈ જશે. ઉત્તર પ્રદેશનાં અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024 નાં રોજ રામ મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાં આવશે જેમાં રામલાલાનાં અભિષેક સમારોહનું આયોજન માટે સચિન, કોહલી, રોહિત શર્મા સહિત દેશના દિગ્ગજ લોકો, નેતાઓ, મંત્રી, સાધુ સંતો સહિત ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રામ મંદિર માટે વિવિધ કાર્યક્રમો 17 જાન્યુઆરીથી જ શરૂ થઈ જશે.


રામમંદિર વિશે માહિતી

રામમંદિર નાગર શૈલીનું હશે. રામ મંદિર કુલ 3 માળનું છે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ, કુલ 392 થાંભલા અને 44 દરવાજા છે. મંદિરમાં કુલ પાંચ પ્રકારના મંડપ હશે. જેમાં નૃત્ય, રંગ, સભા, પ્રાર્થના અને કીર્તન થશે. રામલલ્લા નાં દર્શન કરવા માટે 32 પગથિયાં ચડવાના થશે. મંદિર ની લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. દિવ્યાંગ અને વૃદ્ધ લોકો માટે રેમ્પ અને લિફ્ટની વ્યવસ્થા રાખવામાં આવી છે.


અયોધ્યા : પવિત્ર યાત્રાધામ

અયોધ્યા એ ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં ફૈજાબાદ જિલ્લામાં આવેલું પ્રાચીન નગર છે અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે.


રામમંદિર માટે મૂર્તિ કોણે બનાવી ?

રામ મંદિર માટે 3 મૂર્તિઓ બનાવવામાં આવી હતી. જેમાંથી કર્ણાટકના મૈસૂરના અરુણ યોગીરાજે બનાવેલ પ્રતિમા પસંદ કરવામાં આવી છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનાં દિવસે રામમંદિરમાં મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.

આપણે જાણીએ છીએ કે 5 ઓગસ્ટ 2020 નાં રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાં હસ્તે રામ જન્મભૂમિ ખાતે મંદિરનું ખાત મુર્હૂત કર્યું હતું.


રામમંદિર વિશે રોચક તથ્યો

100 કરોડના ખર્ચે બનશે કમળ આકારનો ફુવારો. આ ફુવારો 50 મીટર ઊંચાઈ સુધી પાણી ફેંકશે.

વડોદરામાં તૈયાર થઈ છે 108 ફૂટ લાંબી અગરબત્તી જે દોઢ મહિના સુધી સુંગંધ ફેલાવશે.

મંદિરમાં બનાવેલ દિવામાં 500 કિલો સમાશે. દિવાનું વજન 1100 કિલો હશે.


અભૂતપૂર્વ આનંદનું વાતાવરણ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસે સવારે 11 થી બપોરના 1 વાગ્યા સુધી આપણાં ગામ, સોસાયટીમાં આવેલ મંદિરની આજુબાજુ રામભક્તો ને ભેગા કરજો, ભજન કીર્તન કરજો, ટીવી અથવા કોઈ LED સ્ક્રીન લગાડીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમાજને બતાવજો. 

હનુમાન ચાલીસા, સુંદરકાંડ નાં પાઠ સાથે પોતાના મંદિરમા સ્થિત દેવી દેવતાના ભજન કીર્તન તથા શ્રી રામ જય રામ જય જય રામ વિજય મહામંત્ર 108 વાર સમૂહમાં જાપ કરી શકાય. 

પ્રાણ પ્રતિષ્ઠાનાં દિવસે સાંજના સૂર્યાસ્ત સમયે વિશ્વના કરોડો ઘરમાં દીપોત્સવ મનાવવો જોઈએ.





અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.

👇 Innovative Gujarat 👇



 


Tags