નાણાં મંત્રી નિર્મલા સિતારામણ બનાવવા જઈ રહ્યા છે ઔતિહાસિક રેકોર્ડ


ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ મહિલા મંત્રી બજેટ રજૂ કરશે


સતત છ વખત બજેટ રજૂ કરનાર બીજા નાણાં મંત્રી બનશે.


નિર્મલા સીતારમણને મોદી સરકારના બીજા કાર્યકાળમાં નાણા મંત્રાલયની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. આ જવાબદારી નિર્મલા સીતારમણને સોંપવામાં આવતા ભારતના ઈતિહાસમાં પ્રથમ વાર એવું બન્યું કે, જ્યારે કોઈ મહિલાને નાણા મંત્રાલયની જવાબદારી મળી હોય.તેમને 2019માં પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું અને આ સાથે જ નવા રેકોર્ડ બનાવી દીધા.




આગાઉ, વર્ષ 1970માં ઈન્દિરા ગાંધી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે તેઓ ભારતના વડાપ્રધાન હતા અને તેમની પાસે નાણાં મંત્રાલયની પણ જવાબદારી હતી. એટલે કે, ઈન્દિરા ગાંધીએ ફુલ ફ્લેજ નાણાં મંત્રાલય સંભાળ્યું ન હતું. આ પ્રમાણે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરનારી બીજી મહિલા છે.


નિર્મલા સીતારમણ આ વખતે પોતાનું છઠ્ઠું બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ વખતે લોકસભા ચૂંટણી 2024ને લઈને અંતરિમ બજેટ રજૂ થવાનું છે. આ રીતે નિર્મલા સીતારમણ પ્રથમ વાર અંતરિમ બજેટ રજૂ કરશે. આ સાથે જ ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ મહિલા અંતરિમ બજેટ રજૂ કરશે. આ સાથે જ નિર્મતા સીતારમણ સતત છ બજેટ રજૂ કરનાર બીજા નાણા મંત્રી બની જશે. અગાઉ, મોરારજી દેસાઈ પણ સતત છ વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે.




અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.

👇 Innovative Gujarat 👇