વિદ્યાર્થીઓના જીવનમાં હમેશાં શિક્ષકનો ફાળો હોય છે. શિક્ષક વિદ્યાર્થીનો માર્ગદર્શક બની તેને સફળતા સુધી લઈ જવામાં સંપૂર્ણ હાથ શિક્ષકનો હોય છે. આપણે બધાએ गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः આપણે બધાએ આ શ્લોક સાંભળ્યો જ હશે ત્યારે સુરતમાં આ શ્લોકને સુરતના શિક્ષકે સાર્થક કરી બતાવ્યો છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી ડો. અબ્દુલ કલામ શાળાના શિક્ષકોની. આ શાળાના શિક્ષકોએ પૈસા ભેગા કરી ખેતમજૂરોના ઝૂંપડામાં સોલાર પેનલ લગાવ્યા છે. જેને લઈને વિદ્યાર્થીઓના ઘરે લાઇટનો ઉજાસ પથરાયો છે.
ગોડાદરાની આ સ્કૂલમાં અભ્યાસ કરતાં દેવીપુત્ર વિક્રમ વિજયભાઈ, દેવીપુત્ર પૂનમ વિજયભાઈ અને દેવીપુત્ર સીમા વિજયભાઈ તેજસ્વી વિદ્યાર્થી છે. તેઓ વધુ સારી રીતે અભ્યાસ કરે તે માટે તેમના ક્લાસ ટીચર હસમુખભાઈ પટેલે તેમના ઘરની મુલાકાત લેતા તેઓ ચોંકી ગયા હતા. અભ્યાસમાં હોશિયાર એવા આ વિદ્યાર્થીઓ ખેતમજૂરના દીકરા છે. તેઓ પરવટ પાટીયા વિસ્તારમાં આવેલા એક ખેતરમાં બનાવેલા ઝૂંપડામાં રહે છે, જ્યાં લાઇટની વ્યવસ્થા નથી. વધુ તપાસ કરતાં વિદ્યાર્થીઓ સ્ટ્રીટ લાઇટના અજવાળે સ્કૂલનું લેશન અને અન્ય અભ્યાસ કરે છે તેવી હકીકત જાણવા મળી હતી.
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.
*👇 Innovative Gujarat 👇*
https://chat.whatsapp.com/HIPJiMOsxQkC90dEY80wOE



